તમારી લાખોની જમીન/મિલકત ને ખોટા સોદાથી કેવી રીતે સુરક્ષિત કરશો? -
Mon. Jan 13th, 2025

તમારી લાખોની જમીન/મિલકત ને ખોટા સોદાથી કેવી રીતે સુરક્ષિત કરશો?

આજના સમયમાં રોજે રોજ છાપાઓમાં આવતી જમીન/મિલકત પર થતા ખોટા સોદાઓની ખબર ખુબ જ સામાન્ય પરંતુ અતિશય ચિંતાજનક બાબત બની ગઈ છે.

 

પ્રોપર્ટી પર થતા ખોટા સોદાના પ્રકાર:

 

  1. 1. Tittle Fraud:  તમારા ઓળખ પત્ર જેવાકે આધાર કાર્ડ, મતદાન કાર્ડ, પાન કાર્ડ, વિગેરે ની સાથે તમારી પ્રોપર્ટી ના ખોટા ડોક્યુમેટન્સ ઉભા કરી ને તે પ્રોપર્ટી બીજાને વેચી દેવી, તેના પર બાના પેટે મોટી રકમ ઉપાડી લેવી, લોન લેવી અને તે લોનની ભરપાઈની જવાબદારી તેના મિલકત માલિક પર આવી જવી.

 

  1. 2. પબ્લિક પ્લેટફોર્મ થતા ખોટા સોદા: તમારી જમીન/મિલકત ને લગતી જાહેર નોટિસ (પબ્લિક નોટિસ) જો ગુજરાત ના કોઈપણ ન્યુઝપેપર માં આવે અને તેની જો તમને સમયસર જાણ ના હોય અને જો તમે તે નોટિસ નો જવાબ આપેલ સમય માં ના આપી શકો તો લાંબા ગાળા ને અંતે જે-તે જમીન/મિલકત પર તમારો હક ગુમાવાની શક્યતા રહેલી છે.

 

  1. 3. Fake Documents: કોઈપણ જમીન/મિલકત પર ગેરકાયદેસર રીતે ખોટો સોદો કરવાનો સૌથી સામાન્ય અને કુખ્યાત માર્ગ એટલે તેના ખરા દસ્તાવેજ તથા અન્ય અગત્યના ડોક્યુમેન્ટ્સ પરથી બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને તેને યેન-કેન પ્રકારે વેચવાનો પ્રયાસ કરવો.

 

તમારી પ્રોપર્ટીને ગેરકાયદેસર સોદાઓની સામે કઈ રીતે સુરક્ષિત કરશો ?

 

સરકારી કચેરીમાં રહેલ તમારી પ્રોપર્ટીના દસ્તાવેજ તથા અન્ય અગત્યના ડોક્યુમેન્ટ્સની સમયાંતરે ચકાસણી કરો.

 

  1. 1. Double mortgage chances: જો તમે કોઈપણ પ્રોપર્ટીને ખરીદવાનું વિચારી રહ્યા છો તો વેચનારે તે પ્રોપર્ટી પર વિવિધ બેંકો પાસેથી લોન લીધી હોય તેની શક્યતા હોઈ શકે છે. જો તમે આવી કોઈ બોજાવાળી મિલકત ખરીદશો, તો લાંબા સમય સુધી કાયદાકીય કાર્યવાહીમાં સપડાવવાની પૂરેપૂરી શક્યતા છે. જેનાથી તમને આર્થિક નુકસાન, માનસિક તણાવ તેમજ કિંમતી સમયનો બગાડ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડશે. તેથી કોઈપણ જમીન/મિલકત ખરીદતા પહેલા આવા જરૂરી દસ્તાવેજોની વિગતો જે તે સબ-રજિસ્ટર ઑફિસ મારફતે તેના ખરા દસ્તાવેજની ચકાસણી કરવી તે અત્યંત જરૂરી છે.

 

  1. 2. Power of Attorney: એક કરતા વધારે વ્યક્તિઓ ધરાવતી પાવર ઑફ એટર્નીવાળી (GPA) મિલકત પર, એકજ સમયે જુદા જુદા સોદા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા થયેલ હોય, તેવા કિસ્સા બની ગયેલ છે. તો તમે જ્યારે કોઈપણ મિલકત ખરીદવા જાવ ત્યારે, તે મિલકતની પાવર ઑફ એટર્નીમાં (GPA) સમાવેલ દરેક વ્યક્તિની મંજૂરી તથા ચકાસણી કરવી ખૂબજ જરૂરી બને છે.

 

  1. 3. Government Owned Land: ક્યારેક એવું જોવામાં આવે છે કે છેતરપિંડી કરનાર ખોટો સોદો પાર પાડવાના હેતુથી જમીન વેચવા માટે એવી જમીન બતાવે કે જે સરકારની માલિકીની હોય એવું પણ બની શકે છે કે જમીન વેચનાર તમને ગેરમાર્ગે દોરવા માટે અનઅધિકૃત નકશો, ખોટા દસ્તાવેજ, બનાવટી ૭/૧૨ ના ઉતારા વિગેરે તમારી સમક્ષ રજૂ કરીને તમને ખોટા વિશ્વાસ માં લઈને તે જમીન વેચવાનો પ્રયાસ કરે! આવા કિસ્સામાં, સ્થાનિક તેમજ સરકાર પ્રમાણિત ડોક્યુમેટન્સ ની વિગતવાર ચકાસણી કરવી ખૂબ જ મદદરૂપ થાય છે.

 

  1. 4. Encroachments: એવા ઘણાં બધા કેસો જોવા મળે છે જેમાં જમીન/મિલકતના આકાર/માપમાં સરકારી કચેરીની ભૂલને લીધે અથવા તો કોઈ અન્ય વ્યક્તિ ગેરકાયદેસર રીતે કબ્જો તથા બાંધકામ કરે ત્યારે ઓછા-વત્તા પ્રમાણમાં ફેરફાર થાય છે. આ સમસ્યાને રોકવા માટે જે તે જમીન/મિલકતના  7/12 ઉતારા તથા બાંધકામની પરવાનગીના ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે.

 

તમારી લાખોની જમીન/મિલકત ને ખોટા સોદાથી કેવી રીતે સુરક્ષિત કરશો?

એક જ ક્લિક પર તમારી પસંદગીની પ્રોપર્ટી વિશેની દરેક માહિતી મેળવવા માંગો છો?

યોગ્ય ચકાસણી સાથે જમીન ખરીદવા માંગો છો?

 

Jahernotice.com નો સંપર્ક કરો અથવા 80003 36677 પર કૉલ કરો

Jahernotice.com દ્વારા સેવાઓની જાણકારી મેળવો.

જમીન તમારી, સુરક્ષા અમારી!