જમીન પચાવી પાડવાના 12 કેસમાં ખોટા દસ્તાવેજો હોવાનું બહાર આવ્યું
Sun. Dec 22nd, 2024

જમીન પચાવી પાડવાના 12 કેસમાં ખોટા દસ્તાવેજો હોવાનું બહાર આવ્યું

ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ

અમદાવાદજિલ્લા કલેક્ટરે જમીન પચાવી પાડવા ઉપરાંત જમીન મામલે છેતરપિંડી કરવાના પડતર અને નવા મળી 438 કેસોમાંથી 30 કેસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન(સીટ)ની બેઠકમાં ચર્ચા હાથધરી હતી. બેઠકમાં શહેર અને જિલ્લા પોલીસના ઉચ્ચઅધિકારીઓ ઉપરાંત પ્રાંતઓફિસર ઉપસ્થિત રહ્યા હતાં. 2010થી અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસમાંથી અંદાજે 408 કેસ પડતર છે.અમદાવાદ જિલ્લામાં જમીનના વિવાદિત કેસોમાં ‌‌વધારો થઇ રહ્યો છે. જેથી સીટ સમક્ષ કેસોની સંખ્યા વધતી જાય છે. હાલ મહિનામાં બે વાર સીટની બેઠક મળે છે. જેમાં 25થી 30 કેસની ચર્ચા હાથધરાય છે અને તેનો નિકાલ કરાય છે. તાજેતરમાં મળેલી બેઠક અંગે જિલ્લા કલેક્ટર અવંતિકાસિંગે જણાવ્યું હતું કે સીટ સમક્ષ 30 કેસની ચર્ચા હાથધરાઇ હતી. જેમાં સાત કેસમાં પોલીસ અને ત્રણ કેસમાં પ્રાંતઓફિસરને તપાસના આદેશ અપાય છે. એક કેસમાં સબરજિસ્ટારને આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવા સૂચના આપવામાં આવી છે. એક કેસમાં સમાધાન કરી લઇ વહીવટી તંત્રને
ગેરમાર્ગે દોરવા બદલ અને ખોટું સોગંદનામું કરવા બદલ ફરિયાદ દાખલ કરવા પોલીસ વિભાગને જાણ કરાઇ છે. ઉપરાંત 17 પૈકી 12 કેસમાં ખોટા દસ્તાવેજો બનાવી જમીન તબદીલ કરવાના ગુનાસર 56 સામે ફરિયાદ કરી 47ની ધરપકડ કરવામાં આવી છે. ત્રણ કેસમાં જમીન સંબંધિત ગુનાના આરોપસર અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.

ઉપરાંત પાસા કરાયેલા આરોપીઓ પૈકી કેટલાક અને જૂના કેસોમાં કેટલા આરોપીઓ પકડાયા છે તેની પણ વિગતો મેળવી કલેક્ટરે સબંધિત અધિકારીઓને કેટલીક સૂચના આપી હતી. સીટના પ્રત્યેક કેસમાં ગંભીરતા દાખવી કામ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી.

2010થી અત્યાર સુધીમાં 2080 કેસનો નિકાલ વર્ષ 2010થી લઇ જૂન 2016 સુધીમાં કુલ 2488 કેસમાંથી 2080 કેસનો નિકાલ કરી 180થી વધુ પોલીસ ફરિયાદ કરાઇ છે અને 625થી વધુ આરોપીઓની અટકાયત કરાઇ છે. જોકે કેટલાક કેસ સિવિલ અને હાઇકોર્ટમાં પણ પડતર છે.

ખોટીસનદ ઇશ્યૂ કેસ, પોલીસ કરવા આદેશ

સરદારનગરટાઉનશિપમાં ખોટી સનદ ઇશ્યૂ કરવાના કેસમાં પોલીસ દાખલ કરવાના કલેક્ટરે આદેશ કર્યો છે.

10 કેસમાં પોલીસ અને પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી
કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી સીટની બેઠકમાં 30 કેસ બાકી