સાણંદ જીઆઈડીસીના પ્લોટ ધારકોને 600 કરોડની પેનલ્ટી
Wed. Jan 22nd, 2025

divya bhaskar

DivyaBhaskar News , Apr 11, 2016, 02:35

સાણંદજીઆઇડીસીમાં માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાના મુદે ભારે વિસંગતતા દર્શાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોર્ટમાં ખોટી એફિડેવિટ રજૂ કરવામાં આવી છે અને પ્લોટની ફાળવણી વર્ષ 2011માં થઇ હતી પરંતુ પ્રાથમિક સુવિધાઓના અભાવે પ્લોટમાં બાંધકામ થઇ શકયું હોતું. જેથી જીઆઇડીસીએ 3 ટકા પેનલ્ટી અને વ્યાજ સહિતના કુલ રૂ. 600 કરોડ પ્લોટ ધારકોને ચુકવવા જણાવ્યું છે.

સાણંદ ઇન્ડ. એસો.ના પ્રમુખ તપન પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2011માં સાણંદ જીઆઇડીસીમાં ઇન્ડસ્ટ્રીઝ બનાવવા માટે પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. ત્રણ વર્ષમાં પ્લોટ ધારકો પ્રાથમિક સુવિધાઓના અભાવે પ્લોટ ધારકો પોતાની ઇન્ડસ્ટ્રીઝ બનાવી શકયા હોતા. જીઆઇડીસીએ એક હજાર જેટલા પ્લોટ ધારકોને રૂ. 600 કરોડની પેનલ્ટી તેમજ વ્યાજ ચુકવવા જણાવ્યું છે. જ્યારે સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સેક્રેટરી અજીત શાહે જણાવ્યું કે, જીઆઇડીસી દ્વારા કોર્ટમાં ખોટી એફિડેવિટ કરાઈ છે કે, સાણંદ જીઆઇડીસીમાં તમામ પ્રાથમિક સુવિધાઓ 2012થી ઉપલબ્ધ કરાવવા આવી છે. જ્યારે એક આરટીઆઇના જવાબમાં જીઆઇડીસીએ જણાવ્યું કે, રોડ, રસ્તા, ગટર, વીજળી જેવી તમામ સવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટેની કામગીરી ચાલું છે.